અમદાવાદ એસ.ઓ.જીએ પ્રોહિબીટેડ નશાકારક પદાર્થો મંગાવી ગેરકાયદેસર વેપાર કરતા બે ઈસમોને અમેરિકન હાઇબ્રિડ ગાંજો,અમેરિકન ચરસ,લોકલ ચરસ,મેઝીક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ દ્રવ્યો સાથે ઝડપી પાડ્યા

Written by

અમેરીકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી હવાલા સીસ્ટમથી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચુકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે પ્રોહિબીટેડ નશાકારક પદાર્થો મંગાવી સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેપાર કરતા બે ઈસમોને અમેરિકન હાઇબ્રિડ ગાંજો,અમેરિકન ચરસ,લોકલ ચરસ,મેઝીક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ દ્રવ્યો સાથે એસ.ઓ.જીએ ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડ્રગ્સમનો પગ પેસારો ન થાય તેમજ નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ જીલ્લા હદ વિસ્તારમાં આવા કોઈ નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી,વી.ચંદ્રશેખર સાહેબ,અમદાવાદ રેન્જ નાઓએ જીલ્લા પોલીસ વડાશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓને ખાસ સુચના કરેલ હોય જેના ભાગરૂપે જીલ્લા પોલીસ વડાશ્રી દ્વારા એસ.ઓ.જી શાખા,એલ.સી.બી શાખા તથા જીલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ એક્શન પ્લાન બનાવી અસરકારક અને પરિમાણલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જેના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવેલ જેના ભાગરૂપે આ.પો.કો.મહિપાલસિહ સુરેન્દ્રસિહ બ.નં.-૯૭ નાઓને ખાસ અને ચોક્કસ આધારભૂત બાતમી હકીકત મળેલ કે બોપલ પોસ્ટ વિસ્તારમાં વંદિત ભરતભાઇ પટેલ રહે- સેટેલાઇટ આનંદનગર અમદાવાદ તથા પાર્થ પ્રતીશકુમાર શર્મા રહે- વેજલપુર અમદાવાદનાઓ પોતાના કન્જા 

ભોગવટાવાળી સફેદ કલરની ફોર વ્હીલ ગાડી કીયા સોનેટ નં.જી.જે.-૦૧-ડબલ્યુ.એ.- -પ૯૩૭ વાળીમાં નશાકારક માદક પદાર્થનો જથ્થો વેચાણ કરવા માટે સાથે રાખીને બોપલ કબીર એન્કલેવ ચોકડી તરફથી ઈસ્કોન ફલોરા ચોકડી થઇ ઘુમા ચોકડી તરફ મોડી રાત્રીના એક વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન જનાર છે જે બાતમી હકીકત આધારે પોલીસ અધિક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્ય નાઓ દ્વારા ખાસ માર્ગદર્શન પૂરું પાડી શ્રી એચ.બી.ગોહિલ,પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી શાખા નાઓની આગેવાનીમાં એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો બનાવી. સફળ રેઈડનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે બે ઇસમોને ઉપરોક્ત બાતમી હકીકત વાળી જગ્યાએથી પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સ સાથે ભારે ઝહેમતથી વંદિત ભરતભાઇ પટેલ ઉ.વ.-૨૭ રહેસી.-૧૧ સદાશીવ એપાર્ટમેન્ટ સચીન ટાવરની પાછળ સેટેલાઇટ આનંદનગર અમદાવાદ તથા પાર્થ પ્રતીશકુમાર શર્મા ઉ.વ.-૩૨ રહે- બી/ટી/૧૦ ઓમકારેશ્વર ફલેટ વેજલપુર અમદાવાદ નાઓને દબોચી લેવામાં આવેલ.

સદર પકડાયેલ બંને ઈસમો પાસેથી નીચે મુજબનો નારકોટીકસ અને સાયકોટ્રોપિક નશાકારક પદાર્થ તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાઇબ્રિડ ગાંજો જેનું નેટ વજન-૩૦૦ ગ્રામ જે ૧૦૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજાની કિ.રૂ.૧૦૦૦/- લેખે મળી આવેલ ૩૦૦ ગ્રામ ગાંજાની કિ.રૂ.-૩૦૦૦/.અમેરિકન ચરસ જેનું નેટ વજન-૫૦૦ ગ્રામ જે ૧૦૦ ગ્રામ ચરસની કિ.રૂ.૧૫૦૦૦/- લેખે મળી આવેલ ૫૦૦ ગ્રામ ચરસની કિ.રૂ.-૭૫૧૫૦/

ચરસના લાડુ જેનું કૂલ વજન-૨૨૧ ગ્રામ જે ૧૦૦ ગ્રામ ચરસના લાડુ ની કિ.રૂ.૧૫૦૦૦/-લેખે મળી આવેલ ૨૨૧ ગ્રામ ચરસના લાડુની કિ.રૂ.-૩૩૧૫૦/

સાયકોટ્રોપીક સબસ્ટેન્સ ધરાવતું મેજિક મશરૂમ જેનું વજન ૨૨૪ ગ્રામ જે ૧ ગ્રામ મેઝીક મશરૂમ ની કિ.રૂ.૫૦૦/-લેખે મળી આવેલ ૨૨૪ ગ્રામ સાયકોટ્રોપીક સબસ્ટેન્સ મેઝીક મશરૂમની કિ.રૂ.-૧,૧૨,૦૦૦/ નશાકારક પદાર્થ શેટર જેનું નેટ વજન- ૪૩ ગ્રામ થાય જે ૧ ગ્રામ શેટર ની કિ.રૂ.૩૦૦૦/- લેખે મળી આવેલ ૪૩ ગ્રામ શેટરની કિ.રૂ.૧,૨૯,૦૦૦/O

આમ, જપ્ત કરેલ ફૂલ નશાકારક માદક પદાર્થો જેનું કૂલ વજન ૧ કિલો ૨૯૯ ગ્રામ કિ.રૂ.૩,૫૨,૩૦૦/- તથા રોકડ રૂ.-૧૫૩૫૦/- તથા ચાર મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૦૦૦/- તથા લેપટોપ કિ.રૂ.–૫૦૦૦/- તથા ડીજીટલ વજન કાંટો કિ.રૂ.૦૦/- તથા સ્કુલ બેગ કિ.રૂ.-૦૦/- તથા કીયા સોનેટ કંપનીની ફોર વ્હીલ ગાડી નં. જી.જે.-૦૧-ડબલ્યુ.એ.-૫૯૩૭ ની કિ.રૂ.-૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રુ.-૮,૮૩,૬૫૦ નું મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે.

સદર પકડાયેલ આરોપીની હાલ સુધીની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આરોપી વંદિત ભરતભાઈ પટેલ નાઓ પોતે એજયુકેટેડ અને ઈન્ટરનેટ,ડાર્ક વેબ,ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઈન,ક્રીપ્ટોકરન્સી બાબતે સારો એવો જાણકાર હોય જેથી ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો ઓનલાઈન સંપર્ક કરી હવાલા સીસ્ટમ મારફતે વિદેશોમાં ક્રીપ્ટોકરન્સીથી ડ્રગ્સનું ચુકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ અલગ સરનામાં ઉપર ડ્રગ્સની સપ્લાય મંગાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે.

વધુમાં પકડાયેલ લોકલ ચરસ તેઓ દ્વારા હિમાચલ પ્રદેશ ખાતેથી લાવેલ હોવાનું જાણવા મળ્યુ છે.

પકડાયેલ બંને ઈસમો સાથે નશાકારક ડ્રગ્સનાં ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલ અન્ય ઈસમોમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જીલ્લાના મુન્તર તાલુકાના રસોલ ગામે રહેતા ગુડુભાઇ તથા ફેનીલભાઇ (મુળ વતન સુરત) તથા નીલ પટેલ રહે-સરકારી ટયુબવેલ,બોપલ તથા વિપુલ ગોસ્વામી રહે-શ્યામલ ચાર રસ્તા અમદાવાદ તથા જીલ પરાઠે રહે-ઝાયડસ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ તથા આકીબ સીદ્દીકી રહે-વાપી નાઓ પણ સંકળાયેલ હોય તેઓના નામ પણ ખુલવા પામેલ છે. હાલ પકડાયેલ બંને ઇસમોને અટક કરી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે તમામ બાબતનો ઝીણવટભરી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂમાં છે. 

શ્રી એચ.બી. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી શાખા, જી.એમ.પાવરા,ઈ.પોલીસ ઇન્સ્પેકટર,એસ.ઓ.જી શાખા તથા એમ.ડી.જયસ્વાલ,પો.સ.ઈ એસ.ઓ.જી શાખા તથા એ.એસ.આઇ.મનુભાઇ વજુભાઇ, આ.પો.કો.મહિપાલસિહ સુરેન્દ્રસિહ,પો.કો. મુકેશદાના ફતેસંગ,પો.કો.શૈલેષભાઇ દોલુભાઇ,ડ્રાઇવર જગદિશભાઈ સોમાભાઈ,પો.કો.જયંતીભાઈ સવજીભાઇ નાઓ જોડાયેલ હતા.

Article Categories:
News

Comments are closed.

Shares