ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે 10 વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ, જિલ્લા તંત્રએ રોડ રસ્તાઓ માટેની તૈયારીઓ શરૂ કરી

Written by

ગાંધીનગર મહાત્મા માંદિર ખાતે યોજાવા જઈ રેહેલી 10મી વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી-2022માં યોજાશે. વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશમાં મહેમાનો આવશે. સ્થાનિક જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા ગાંધીનગરમાં આવેલી હોટેલો, સરકારી ટ્રેનિંગ સેન્ટર્સ સહિત અધિકારીઓ-મહેમાનોને રાખી શકાય તેવી જગ્યાઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું. 

જિલ્લામાં કેટલીક હોટેલોનેમાં જરૂરિયાત મુજબ કયા-કયા વિસ્તારોમાં કેવા પ્રકારના રૂમ અવેલેબલ છે તે માટેનું લીસ્ટ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ સરકારી ટ્રેનિંગ સેન્ટર્સ સહિતની સ્થળો લાંબા સમયથી ઉપયોગ વગર પડી રહેલાં છે.તેને પણ આ વખતે તૈયાર કરી ઉપયોગમામં લેવાશે.

10મી વાઈબ્રાન્ટ સમિટને લઈ આવનારા મહેમાનોની અવરજવર વાળા સ્થળો પર ક્યાંય રસ્તામાં કોઈ કચાશ રહી ન જાય તે માટે પાટનગર યોજના વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે. વાઈબ્રન્ટ સમિટને લઈને મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક, એક્સિઝિબિશન સેન્ટર સહિતના સ્થળોની આસપાસના રસ્તાઓની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે.

મહાત્મા મંદિરથી લઈ અમદાવાદ એરપોર્ટ સુધી તમામ રસ્તાઓને રિપોયર કરવામાં આવશે.જેમાં કુડાસણના આંતરિક માર્ગો પર અનેક સ્થળે હજુ ખાડા નજરે પડે છે. સહજાનંદ સીટીથી રાધે બંગલોઝ જવાના રસ્તા સહિતના સ્થળોએ હાલની સ્થિતિએ ખાડા નજરે પડે છે. જેને પગલે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં અવશે.

Article Categories:
News

Comments are closed.

Shares