દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

Written by

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે. LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ્સ મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો પર્દાફાશ છે. તેમણે આ કામગીરી કરનારા પોલીસને અભિનંદન આપ્યા હતાં. પોલીસે માત્ર 3 દિવસ માં જ મહત્વની કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે ખૂણે ખૂણેથી ડ્રગ્સનામાફિયાઓને શોધવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોને પકડી પાડ્યાં છે. બે મહિનાના સમયગાળામાં જ પોલીસે આ મુદ્દે ગંભીર કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, 55 દિવસમાં 245 કરોડથી વધુની રકમનો 5756 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.90 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Article Categories:
News

Comments are closed.

Shares