અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની અંદર પ્રવેશ કર્યા બાદ ભૂલેચૂકે ખિસ્સામાં તમારી પાસે પૈસા નહીં હોય તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કેમ કે, અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના ડિપાર્ચર-એરાઇવલ ટમનલમાં પૈસા ઉપાડવા માટે એકપણ એટીએમની સુવિધા નથી.
ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર અને એરાઇવલ ટમનલની અંદર એકપણ બેન્કના એટીએમ મશીન મુકવામાં આવ્યા નથી. જો કોઇને ટમનલની અંદર કોઇ કામથી ઇમરજન્સીમાં પૈસા ઉપાડવા હોય તો એકપણ એટીએમ નથી. હાલમાં ડોમેસ્ટિક ટમનલની બહાર ઘણા અંતરે એટીએમ હોવાથી ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડે છે. આમ ખરેખર મુસાફરોને જે પાયાની સુવિધા મળવી જોઇએ તેનાથી વંચિત રહી જાય છે. મુસાફરો જણાવી રહ્યા છે કે ‘મોટાભાગના નાગરિકો એરપોર્ટને ખાનગી કંપનીને સોંપ્યા બાદ પણ યોગ્ય સુવિધાનો અભાવ છે. એરાઇવલ ટમનલની અંદર કેશ ઉપાડવી હોય તો પણ એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાઇ નથી.’
એરલાઇન્સ કંપનીના એક અધિકારીએ જણાવ્યુ કે ‘ડોમેસ્ટિકમાં જનાર પેસેન્જર ઘણી વખત એક્સેસ લગેજના કારણે ચાર્જ ભરવો પડે છે તેવા મોટાભાગના કિસ્સામાં મુસાફર પાસે કેશ ન હોવાથી ટમનલની બહાર એટીએમમાંથી પૈસા ઉપાડવા જવુ પડે છે જેના કારણે તેનો સમય પણ બગડે છે છેલ્લી ઘડીએ દોડધામ મચી જાય છે. ટમનલમાં જ એટીએમની વ્યવસ્થા હોય તો કોઇ અન્ય કામથી જરૃર પડે તો સરળતાથી પૈસા ઉપાડી શકે છે.