ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં હવે ઠંડીના ચમકારાનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં ૧૯.૧ જ્યાંરે ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ૨૦ ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Written by

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૪-૫ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. જોકે, ત્યારબાદ ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી હતું.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે મંગળવારથી રાત્રિના સમયે ઠંડીના ચમકારામાં વધારો થશે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૨૦ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું તેમાં ૧૫ ડિગ્રી સાથે વલસાડ, ૧૯ ડિગ્રી સાથે નલિયા-મહુવા-ડીસાનો સમાવેશ થાય છે

Article Categories:
News

Comments are closed.

Shares