ગાંધીનગરના સેકટર – 30 જીઈબી થર્મલ પાવર સ્ટેશન સામે પરિવાર સાથે રહેતા ઈશ્વરભાઈ રાવળનાં પિતા દિલીપભાઈ સેકટર – 12 જીસીઆરટીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. ગત તા. 8મી નવેમ્બરના રોજ ઈશ્વરભાઈ ઘરે ગયા હતા. ત્યારે પિતા દિલીપભાઈને મોઢાના ભાગે ઈજાઓ જોઈએ જરૂરી પૂછતાંછ કરી હતી. અઠવાડિયા અગાઉ ગાંધીનગરનાં સેકટર – 24 ચાર રસ્તા તરફ જવાના રોડ પર અજાણ્યા ફોર વ્હીલની ટક્કરથી વૃદ્ધ દિલીપભાઈ સામાન્ય ઈજાઓ આવી આવતા તેમને અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ સામાન્ય ઈજાઓ આવતા પોલિસ ફરિયાદ ન કરવામાં આવી હતી. ત્યાર બાદ અઠવાડિયા અગાઉ પેટમાં દુખાવો ઉપડતા તેમને ફરિ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન દિલીપ ભાઈનું મોત નિપજતા પરિવાર જનોએ સે-21 પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે હાલ પોલિસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Article Categories:
News