સાબરમતી રેલવે સ્ટેશન પર સાત રેલવે ટ્રેકની ઉપરથી મેટ્રો ટ્રેન પસાર થનાર છે

Written by

સાબરમતી રેલવે સ્ટેશન પર સાત રેલવે ટ્રેકની ઉપરથી મેટ્રો ટ્રેન પસાર થનાર છે. આ માટે ૭૩ મીટર લાબું અને ૧૨ મીટર પહોંળું ‘ઓપન વેબ ગર્ડર’ ગોઠવવાની કપરી કામગીરી પુર્ણ કરવામાં આવી છે. હવે રેલવે સ્ટેશન પરથી સરળતાથી મેટ્રો ટ્રેન પસાર થઇ શકશે.

સાબરમતી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકોની ઉપર મેટ્રો ટ્રેન પસાર થઇ શકે તે માટેનો ઢાંચો બનાવી દેવાયો છે. આ માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સફળતાપૂર્વક ‘ઓપન વેબ ગર્ડર’ મુકી દેવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ’ ઓપન વેબ ગર્ડર ‘કુલ ૧૮,૫૦૦ એચએસએફજી બોલ્ટ્સ દ્વારા બાંધવામાં આવ્યો છે.તેમાં ૫૫૦ મેટ્રીક ટન કરતા વધુ સ્ટીલ મેમ્બર છે. ગર્ડરનું કુલ વજન ૮૫૦ મેટ્રીક ટન છે. ગર્ડરને બે વિંચ મશીનોનો ઉપયોગ કરીને અને ૨૫૦ એમએમ પ્રતિ મિનિટની ગતિએ લોન્ચ કરવામાં આવ્યો છે.

મેટ્રો રેલવેનું માળખું તૈયાર કરવામાં આ એક કપરી, જટીલ અને ખુબ મહેનત માંગી લે તેવી કામગીરી હતી. જે છેવટે પૂર્ણ થતા અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઓગષ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ નમિતે અમદાવાદને મેટ્રો ટ્રેન સેવાની ગીફ્ટ મળવાની છે. હાલમાં શહેર ભરમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તે તેના નિર્ધારિત સમયગાળામાં પરિપૂર્ણ થશે તેવું અધિકારીઓનું માનવું છે.

Article Categories:
News

Comments are closed.

Shares