મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું 44 વર્ષ ની ઉંમરે ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા નિધન થયું છે. 1977માં જન્મેલા આશાબેન પટેલ ઊંઝાના બે વખત ધારાસભ્ય બન્યા હતા.આશાબહેનના નિધનના સમાચાર મળતા જ મહેસાણા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાંજે 5 વાગ્યે ઊંઝામાં પાર્થિવ દેહ લાવવામા આવશે.સૌ પ્રથમ તેમના નિવાસ સ્થાન સ્વપ્ન બંગ્લોઝમાં તેમના પાર્થિવ દેહને લાવવામા આવશેત્યારે બાદ ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં અંતિમ દર્શન માટે પાર્થિવદેહ રાખવામા આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે વતન વિશોળ ગામે લઈ જવાશે અને ત્યારબાદ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમવિધિ કરવામા આવશે.
Article Categories:
News