નૉનવેજની લારીઓ દૂર કરવાના નિર્ણય બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નારાજ, લારીઓ એક માત્ર રોજીરોટી માટે જીવન આધાર

Written by

અમદાવાદમાં જાહેરમાં નૉનવેજની લારીઓ દૂર કરવાના નિર્ણય બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નારાજ થયા હતા. મંગળવારે તેમણે કહ્યું હતું કે આ મુદ્દે અમે તમામ મેયરો સાથે ચર્ચા કરી લઇશું અને તમામ વહીવટકર્તાઓને આદેશ કરીશું કે આ લારીઓ બંધ કરાવવાની કોઇ તજવીજ કરવાની નથી.

ત્યારે રાજ્યના જાહેર યાત્રાધામોમાં ઇંડાં, નોનવેજની લારી-દુકાનો અને કતલખાનાં બંધ કરાવવા પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને લેખિત આદેશ કર્યો છે. રાજ્યમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગિરનાર, ડાકોર, શામળાજી સહિતનાં સ્થળોને યાત્રાધામ તરીકે જાહેર કરાયાં છે અને ત્યાં પ્રવાસીઓ માટેની માળખાગત સુવિધાની કામગીરી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાય છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ લારી ચાલક સાથે આવ્યા છે.પાટીલે કહ્યું હતું કે ગરીબ લોકો આના પર નભતા હોવાથી ભાજપ આ મુજબની કાર્યવાહીની તરફેણમાં નથી. એક તરફ પાટીલે નૉનવેજની લારીઓ ચલાવનારાઓ સામે કાર્યવાહી નહીં કરવાની તરફેણ કરી તો બીજી તરફ રાજ્યના પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યના તમામ યાત્રાધામોમાં નૉનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટતા કરી છે. હાલ ક્યાંય વેજ કે નોનવેજની લારી હટાવાઇ નથી.

Article Categories:
News

Comments are closed.

Shares