ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને રામ મંદિર રથ યાત્રાના પ્રણેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 94 વર્ષના થઈ ગયા છે.

Written by

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને રામ મંદિર રથ યાત્રાના પ્રણેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 94 વર્ષના થઈ ગયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરીને શુભકામનાઓ આપી. ત્યાં ભાજપના અન્ય નેતા પણ એલ કે અડવાણીને અભિનંદન આપી રહ્યા છે.

 પીએમ મોદીએ ટ્વીટમાં લખી આ વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ કે અડવાણીના જન્મદિવસ પર ટ્વીટ કરી. તેમણે લખ્યુ, અડવાણી જી ને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ. હુ તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરુ છુ. લોકોને સશક્ત બનાવવા અને અમારા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે.

 પહેલા ઘરે જઈને કેક ખવડાવી ચૂક્યા છે પીએમ મોદી 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દર વર્ષે અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે. ગયા વર્ષે એટલે કે 2020માં પીએમ મોદી અભિનંદન આપવા માટે અડવાણીજીના ઘરે પહોંચી ગયા હતા અને તેમને કેક ખવડાવી હતી. તે દરમિયાન પીએમ મોદીએ અડવાણીજીના પગ સ્પર્શ કર્યા હતા. તેમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર હતા.

 અમિત શાહે કરી ટ્વીટ* 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ આપી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યુ કે પોતાના સતત સંઘર્ષથી ભાજપની વિચારધારાને જન-જન સુધી પહોંચાડીને સંગઠનને અખિલ ભારતીય સ્વરુપ આપવામાં પોતાનુ મહત્વનુ યોગદાન આપનાર આપણા સૌના આદરણીય શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપ સદૈવ સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હોં, એવી ઈશ્વર પાસે કામના કરુ છુ.

Article Categories:
News

Comments are closed.

Shares