ભાવ સ્થિર રહેતા ધનતેરસના સોનાની ધૂમ ખરીદીની આશા

Written by

સોનાના ભાવ છેલ્લા થોડા અઠવાડિયાઓથી રૃા. ૪૮૦૦૦થી ૫૦,૦૦૦ની રેન્જમાં જ અથડાતા રહ્યા હોવાથી આ વરસે ધનતેરસને દિવસે સોનામાં ધૂમ ખરીદી નીકળવાની અમદાવાદ અને ગુજરાતના જ્વેલર્સને આશા છે. તેનું કારણ આપતા માણેકચોકના વેપારીનું કહેવું છે કે ધનતેરસના દિવસે સારો વેપાર રહેવાની સંભાવના છે. નવરાત્રિથી બજારમા ંલેવાલી સતત વધી છે. લોકો દાગીના, કાચુ સોનું અને લગડી લેવા માંડયા છે. તેમ જ લગનસરાની ઘરાકી પણ અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે.

સોના ચાંદી બજારના અગ્રણી વેપારી કહે છે કે પુષ્ય નક્ષત્ર્સ્માં સારા કામકાજ થયા છે. બે વર્ષ પછી લગ્નની મોસસ પૂરબહારમાં આવી છે. કોરોનાને કારમએ લગનસરા રંગેચંગે ઉજવી શકાઈ નહોતી. આ સ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી પ્રવર્તતી હતી. હવે આ વરસે લગન ભરપૂર થવાની શક્યતા છે. તેતી દિવાળીમાં જ લગનસરાની ઘરાકી આવી શકે છે. લગનસરા જેવી ઘરાકી નીકળી હોવાથી બે વરસ પહેલા ગઈ હતી તેવી જ ઘરાકી આ વખતે રહેશે. ધનતેરસના દિવસે પણ અમદાવાદમાં રૃા. ૩૦૦ કરોડથી વધુનો વેપાર થવાની સંભાવના છે.

શિવરંજનીના એક જ્વેલર્સનું કહેવું છે કે સોનાના ભાવ અંગે વાત કરતાં તેમનું કહેવું છે કે જાન્યુઆરી પછી વધારો દેખાશે. અત્યારે બજાર થોડું સ્ટેડી રહે છે. બે વરસથી મોટી લેવાલી જોવા મળી નહોતી. હવે સોનામાં લેવાલી જોવા મળી રહી છે. ભાવ ખાસ્સા નોર્મલ હોવાથી પણ લેવાલી જોવા મળી રહી છે. ભારતમાં જ ડિમાન્ડ નીકળે તેના પર જ ભાવ વધે તેવી નથી. ગોલ્ડનો સ્ટોક આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો સ્ટોક મોટો છે. દરેક દેશના લોકો પોતપોતાના કારણોસર સોનામાં રોકાણ કરે છે. કોવિડ જેવા કારણોસર પણ સોનાના ભાવ વધી ગયા હતા. ટેમ્પરરી પાર્કિંગ કે સેફ પાર્કિંગ તરીકે પણ સોનાની ખરીદી થતી હોવાનું જોવા મળે છે. સોનાનું ભાવિ હંમેશા સારુ જ રહ્યું છે. ભાવ વધતા જ રહ્યા છે. જાન્યુઆરીથી ભાવમાં વધારો દેખાય તેવી સંભાવના છે.

સોનાના ભાવ હાલ તુરતો સ્થિર જ રહેવાની શક્યતા છે. દિવાળી સુધી ભાવની બહુ મોટી વધઘટ જોવા મળે તેમ જણાતું નથી. માણેકચોકના બલ્ક ગોલ્ડના વેપારીનું કહેવું છે કે નવરાત્રિથી વેપાર સારો જ થઈ રહ્યો છે. પરંતુ દિવાળી પછી ભાવ વધી શકે છે. દિવાળી પછી ખરીફ પાક થવાનો તેની ખેડૂતોને આવક થશે. આ વરસો ચોમાસું ધારણા કરતાં ઘણું જ સારું રહ્યું છે. ખેડૂતોને કૃષિ ઉપજના સારા ભાવ મળી રહ્યા છે. તેથી તેમની લેવાલી આવી શકે છે. સોનાના ભાવ તેમની લેવાલીને જોરે રૃા. ૫૨૦૦૦થી ઉપરન મથાળે જઈ શકે છે. તેમ જ ચાંદી અત્યારના લેવલેથી વધીને રૃા. ૬૫૦૦૦થી ઉપરની સપાટીએ ચાલી જવાની શક્યતા છે. લગ્નગાળાની ખરીદી પણ અત્યારે નોર્મલ વાાતવરણ હોવાથી ખરીદી ચાલી રહી છે. બીજીતરફ ગયા વરસની તુલનાએ આ વરસે એનઆરઆઈ પણ વધુ પ્રમાણમા ંલગન કરવામાં અહીં આવવાની શક્યતા દેખાઈ રહી છે. તેથી તેમની લેવાલી પણ અત્યારથી ચાલુ થઈ છે. આગામી દિવસોમાં તેમની લેવાલીનું જોર વધશે.

Article Categories:
News

Comments are closed.

Shares