દિવાળીનો તહેવાર પુરો થતા જ કોરોનાના કેસોમાં વધારો

Written by

લોકોને સમજાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી વાહન ચાલકોને માસ્ક અને સેનેટાઈઝર આપ્યું પોલીસે માર્ગો પર ઉતરીને અભિયાન શરૂ કર્યું

અમદાવાદમાં દિવાળીનો તહેવાર પુરો થતાની સાથે જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. સંક્રમણ વધતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. બીજી તરફ શહેરમાં ફરીવાર કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કરવામાં આવ્યો છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પોલીસ ફરી એક વખત ફ્રન્ટ લાઈન વોરિયર્સની ભૂમિકામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના ફરીવાર ડબલ ડિઝિટમાં શરૂ થયો છે. તાજેતરમાં ઈસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો લઈને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને AMCએ શહેરીજનોને સતર્ક થઈ જવા તાકીદ કરી હતી. તે ઉપરાંત જેવી રીતે લોકડાઉન દરમિયાન પોલીસે પોતાની ફરજ અદા કરી હતી. તેવી જ રીતે હવે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ સમજીને લોકોને સમજાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એન્ટ્રી પોઈન્ટ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. તેની સાથે વાહન ચાલકોને માસ્ક અને સેનેટાઈઝર પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું છે. પોલીસકર્મીઓ રસ્તા પર પસાર થનારા લોકોને સમજાવી રહ્યાં છે કે થોડી તકેદારી રાખવાથી કોરોનાથી બચી શકાય છે.

શહેરના મણિનગર તેમજ ખોખરા વિસ્તારની પોલીસે રસ્તા પર ઉતરીને લોકોને તકેદારી રાખવા માટે જાગૃત કરવા કામગીરી શરૂ કરી છે. નેશનલ હાઈવે નંબર-8 પર ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તરમાં તેમજ મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર પોલિસના જવાનો દ્વારા વાહનચાલકો તેમજ રાહદારી ઓને માસ્ક અને સેનેટાઈઝની બોટલોનું વિતરણ કરીને શહેરીજનો ને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

મણિનગર પોલિસ સ્ટેશનના PSI દેસાઈ વાઘજીભાઈ અને ખોખરા પોલિસ સ્ટેશનના PSI આર એન ચુડાસમા અને તેમના સ્ટાફ દ્વારા માર્ગો પર વિશેષ જનજાગુતિ અભિયાન હાથ ધરીને નાગરિકોને સાવચેત કરીને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. કોરોનાની સેકન્ડ વેવમાં પોલીસની કામગીરી કાબિલે તારીફ હતી. ત્યારે આ વખતે સેકન્ડ વેવનું જેમ ખરાવ સ્થિતિ ન સર્જાય તે માતે સામાન્ય જનતાને એલર્ટ રહેવા સૂચન કરવામાં આવી રહ્યા છે.

Article Categories:
News

Comments are closed.

Shares