ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં થાય

Written by

ગુજરાતમાં ભાજપ દ્વારા સમરસ ગ્રામ પંચાયત માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં 14 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં મહત્વની વાત એ છે કે, બેલેટ પેપરથી મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે. વર્ષ 2002 થી અત્યાર સુધીમાં 13 હજાર 485 સમરસ ગ્રામ પંચાયત બની છે. તમામ સમરસ ગ્રામ પંચાયત પૈકી 652 મહિલા સરપંચ છે. ત્યારે રાજ્યની મોટા ભાગની ગ્રામ પંચાયત સમરસ કરવા ભાજપ સંગઠન જોતરાયું છે.

ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં થાય

રાજ્યમાં તાજેતરમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યાર બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પડકારરૂપ બનીને આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની સંપૂર્ણ તૈયારી હાથ ધરી લીધી છે. રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, SC-ST અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણી પંચને આપી દીધી છે. આ ચૂંટણી પંચ કોરોના ગાઇડલાઇન પ્રમાણે થવાની છે.

Article Tags:
·
Article Categories:
News

Comments are closed.

Shares