મનપાના પૂર્વ કોર્પોરેટર પ્રવણ પટેલે મૅયર નોન વેજ અને ઈંડાંની લારી બાબતે કરી રજુઆત

Written by

મનપાના પૂર્વ કોર્પોરેટર પ્રવણ પટેલે મૅયર નોન વેજ અને ઈંડાંની લારી બાબતે કરી રજુઆત
સેક્ટર-11માં મનપા કચેરીથી લઈને સચિવાલય, મીનાબજાર, સેક્ટર-21 અને શાહપુર સર્કલ સુધી આ દૂષણ ફેલાયેલું છે. કોર્પોરેશન વિસ્તારમાં 20 જેટલાં સ્થળે નોન વેજ અને ઈંડાંની 100 જેટલી હાટડીઓએ સરકારી જમીન પચાવી પાડી છે. નાગરિકોને સલામત સામાજિક વાતાવરણ પૂરૂં પાડવા માટે મુખ્ય સર્કલો તથા ફૂટપાથ પર સર્જાયેલાં દબાણો દૂર કરવા માંગણી કરાઈ છે.જેને લઈ ગાંધીનગરના પૂર્વ કોર્પોરેટર પ્રવણ પટેલે મૅયર હિતેષ મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે, જેમાં નોન વેજ અને ઈંડાંની રેકડીઓ દ્વારા સરકારી જમીનમાં થયેલાં દબાણોથી નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માંગણી કરાઈ છે. તેમણે રજૂઆત કરી છે કે પાટનગરમાં નોન વેજ અને ઈંડાંની રેકડીઓ સતત વધી રહી છે. જેને દુર કરવા માટે રજુઆત કરવામા આવી છે.

Article Categories:
News

Comments are closed.

Shares