દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર તામિલનાડુના કુન્નુરમાં તૂટી પડ્યું, રાવત ગંભીર, 14માંથી 11નાં મોત

Written by

તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં. જેમાંથી 11ના મૃતદેહો મળ્યા છે.જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની સ્થિતિ ગંભીર છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી. દુર્ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપી દીધા છે. દિલ્હીમાં બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે.

દૂર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને જાણકારી અપાઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે. દુર્ઘટનાની જે તસવીરો સામે આવી છે, એમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને એમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ રહ્યા. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે.

Article Categories:
News

Comments are closed.

Shares