ગાંધીનગરના 80 સ્થળે GMC દ્વારા સ્માર્ટ ડસ્ટબીન મુકાશે, કોમર્શિયલ એરિયામાં કામગીરી હાથ ધરાઈ

Written by

ગાંધીનગર મહાનગરપાલિકામાં ઉત્પન્ન થતાં ઘન કચરાના કલેક્શન માટે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન સીસ્ટમ(યુ. જી. બીન સીસ્ટમ)ની કામગીરી શરૂ થઈ ગઈ છે. અંદાજે 15 કરોડના ખર્ચે શહેરના નવા-જુના વિસ્તારમાં મળી કુલ 80થી90 જેટલા સ્માર્ટ ડસ્ટબીન મુકવામાં આવશે. શહેરના ઝોન-1માં 7.84 કરોડથી વધુ થતા ઝોન-2માં 7.87 કરોડથી વધુના ખર્ચ કરશે. શહેરમાં હાલ સેક્ટર-1, સેક્ટર-3, ઘ-2 પેટ્રોલપંપ સામે સે-6 સહિતના સ્થળોએ સ્માર્ટડસ્ટબીન મુકવાની કામગીરી શરૂ થઈ છે.
મળેલી માહિતી પ્રમાણે દોઢેક વર્ષ પહેલા સુરતમાં સ્માર્ટ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન સીસ્ટમ (યુજી બિન સીસ્ટમ)નો પાઈલટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પરંતુ હાઈડ્રોલિક મશીનથી તેને બહાર કાઢવાનું, મેન્ટેઈન કરવાનું અઘરું હોવાના કારણે પ્રોજેક્ટને બહુ સફળતા મળી ન હતી. ઘણા સ્થળે ડસ્ટબીન ભરાઈ જવા છતાં તેને ખાલી ન કરાતા હોવાની પણ ફરિયાદો ઉઠે છે.
ડસ્ટબિન 70 ટકા ભરાતા કંટ્રોલ રૂમમાં એલર્ટ મેસેજ જશે, જેથી ડસ્ટબિન છલકાય તે પહેલાં તેને ખાલી કરી શકાશે. ડસ્ટબિન ફ્રી સિટીના કન્સેપ્ટ સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. સુરતમાં બહુ સફળ ન થયેલા અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ માટે ગાંધીનગર કોર્પોરેશન 15 કરોડથી વધુનો ખર્ચ કરશે.

Article Categories:
News

Comments are closed.

Shares