અમદાવાદ શહેરમાં CNG ની કિંમત 61.49 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Written by

છેલ્લા નવ દિવસમાં CNG નાં ભાવમાં 5.19 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. અગાઉ 7 ઓક્ટોબરે CNG નાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 3 ઓક્ટોબરે એક સાથે 2.56 રૂપિયા પ્રતિ કિલો વધારો કરવામાં આવ્યો છે. CNG ની સાથે સોમવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ હવે 101.24 રૂપિયા થઈ ગયું છે. રવિવારે તે 101.13 રૂપિયા પ્રતિ લીટર હતું. ઓટો ડ્રાઇવરોએ CNG નાં ભાવમાં વધારા સામે ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો છે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયનનાં વડા વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, CNG નાં ભાવમાં સોમવારે ફરી 1.63 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવ દિવસમાં 5.19 રૂપિયાનો વધારો થયો છે. સોમવારે ફરી રિક્ષા ડ્રાઈવર એસોસિએશનનાં નેતા અશોક પંજાબીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં ભાવ વધારાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કરાયું છે. આ સાથે ભાવવધારા પર લગામ લગાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને માંગણી કરવામાં આવશે. આ સિવાય ભાડું વધારવાની પણ માંગણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકો પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વિશેની માહિતી સવારે ઉઠે એટલે તુરંત જ સૌથી પહેલા ઈચ્છે છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ વધી રહ્યા છે. પરંતુ મંગળવારે સરકારી ઓઈલ કંપનીઓએ મોટી રાહત આપી છે. 12 ઓક્ટોબર, 2021 નાં રોજ પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવથી રાહત મળી છે, કારણ કે તેલનાં ભાવમાં કોઈ વધારો થયો નથી. પેટ્રોલ ડીઝલનાં ભાવ સ્થિર છે. જ્યારે અગાઉ સોમવારે પેટ્રોલની કિંમત 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું.

Article Categories:
News

Comments are closed.

Shares