સેક્ટર 7 પોલીસ મથક વિસ્તારમાં સેક્ટર 12 અને 13માં સિનિયર સિટીઝનોની મુલાકાત લીધી હતી. અડાલજ વિસ્તારમાં ખોરજ અને ઝુંડાલમાં આવેલી નર્સિંગ કૉલેજની તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. માણસાના કપૂરી ચોકમાં મહિલાઓ, સેક્ટર 21 પોલીસના બોરીજની ઝુંપડપટ્ટી, આશાવર્કર, આંગણવાડી અને વડીલોની મુલાકાત કરી હતી. પેથાપુરમાં મહિલાઓ અને બાળકોને માહિતી આપી હતી. ઇન્ફોસિટી વિસ્તારમાં ઇન્દ્રોડા ગામમાં બાળકોને સીસીટીવીની માહિતી આપી હતી. કલોલના ઇન્દિરાનગર છાપરા, રખિયાલમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની તાજેતરમાં બનેલા બનાવોથી વાકેફ કરાયા હતા.
નોડલ ઑફિસર મનિષા પુવારે કહ્યું હતું કે, કેટલીક જગ્યાએ બાળકીઓને તાજેતરમાં બનેલા બનાવો વિશે પૂછવામા આવતું ત્યારે તે તેનાથી અવગત હોવાનું જાણવા મળતું હતું પરંતુ કેટલીક જગ્યા એવી હતી, જ્યાં બાળકીઓ શિક્ષિત હોવા છતાં આ બનાવોથી અજાણ હતી ત્યારે તેમણે લોભ લાલચ અને કોઈ વસ્તુની લાલચમાં આવવું નહીં, શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો પોલીસનો સંપર્ક અથવા નજીકમાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિને તે બાબતની જાણ કરી સહિતની માહિતી આપવામા આવી હતી. 12 પીએસઆઇ અને 100 કરતાં વધારે કર્મચારી અભિયાનમાં જોડાયા.