ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની આજરોજ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી..આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ જિલ્લાના રકનપુર, રાયપુર સઇજ, છત્રાલ, હાજીપુર, બાલવા, મોટી આદરજ, વાકાનેરડા, ચરાડા, વિહાર, કોઠા, સોજા, વેડા, શેરથા અને લોદરા ખાતેના પ્રગતિ હેઠળના કામો અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. પ્રજાલક્ષી વિકાસ કામોને ઝડપી પૂર્ણ થાય તેવું સુચારું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. જેમાં માણસામાં 4, કલોલમાં 7 અને ગાંધીનગરમાં 4 કામોનો સમાવેશ થાય છે. આજે વહીવટી મંજૂરી મળેલા માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે રૂપિયા 24 લાખથી વધુ કિંમતે 1 લાખ લીટરની ક્ષમતા વાળી 12 મીટર ઉંચી પાણીની ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનનું કામ કરવામાં આવશે. જેમાં માણસા તાલુકામાં ૯૫, કલોલ તાલુકામાં 98, ગાંધીનગર તાલુકામાં 97 અને દહેગામ તાલુકામાં 88 મળી કુલ 378 કામો છે.
આ બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેર કે.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે વાસ્મો અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તા. 15મી નવેમ્બર અંતિત જુદી- જુદી ગ્રામસમિતિઓની કુલ- 378 યોજનાઓ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે. જે પૈકી હાલમાં 15 યોજનાના કામો પ્રગતિમાં છે. જેમાં માણસા તાલુકામાં ૯૫, કલોલ તાલુકામાં 98, ગાંધીનગર તાલુકામાં 97 અને દહેગામ તાલુકામાં 88 મળી કુલ 378 કામો છે.