લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે વાયુસેના પ્રમુખ વી આર ચૌધરીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે.

Written by

વાયુસેના પ્રમુખે અહીંયા વાયુસેનાની તૈયારીઓની જાણકારી મેળવી હતી.આ પહેલા આર્મી ચીફ જનરલ નરવણે પણ બે સપ્તાહ પહેલા લદ્દાખની મુલાકાતે આવી ચુકયા છે.

વાયુસેના પ્રમુખ વી આર ચૌધરીએ ભારતની તૈયારીઓની જાણકારી મેળવવાની સાથે સાથે એરબેઝના જવાનો અને પાયલોટ્સ સાથે પણ વાતચીક કરી હતી.આ પહેલા વાયુસેના દિવસ પર એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યુ હતુ કે, પૂર્વ લદ્દાખમાં ચીની સેનાની તૈનાતી વધી છે .જોકે તેનાથી વાયુસેનાને બહુ ફરક પડતો નથી.

ચીનની વાયુસેનાએ પણ લદ્દાખ નજીકના ત્રણ એર ફિલ્ડ પર પોતાની હાજરી વધારી દીધી છે.

Article Categories:
News

Comments are closed.

Shares