મોદી સરકારે ED અને CBI ના ચીફનો કાર્યકાળ વધારવાનો નિર્ણય કર્યો છે.હવે ઈડી અને સીબીઆઈ ચીફનો કાર્યકાળ વધારીને 5 વર્ષ કરી દેવાયો છે.

Written by

મોદી સરકારે ED અને CBI ના ચીફનો કાર્યકાળ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે ઈડી અને સીબીઆઈ ચીફનો કાર્યકાળ વધારીને 5 વર્ષ કરી દેવાયો છે.

ભારત સરકાર ઈડી અને સીબીઆઈના ડાયરેક્ટરના કાર્યકાળને 5 વર્ષ સુધી વધારવા માટે વટહુકમ લાવી છે. અત્યારે ઈડી અને સીબીઆઈના ચીફનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. દેશમાં સીબીઆઈના વર્તમાન ચીફ સુબોધ જયસ્વાલ અને ઈડીના ચીફ સંજય કુમાર મિશ્રા છે.

1+1+1 કરીને મળશે ત્રણ વર્ષનુ એક્સટેન્શન

નવા વટહુકમ અનુસાર સીબીઆઈ અને ઈડી ચીફની નિયુક્તિ પહેલા 2 વર્ષ માટે કરવામાં આવશે. જે બાદ ત્રણ વર્ષનો (1+1+1) કરીને એક્સટેન્શન આપવામાં આવશે. એક-એક વર્ષ માટે ત્રણ એક્સટેન્શન આપવામાં આવી શકે છે પરંતુ આ કુલ 5 વર્ષથી વધારે હોવો જોઈએ નહીં

Article Categories:
News

Comments are closed.

Shares