મેડિકલ કોલેજોને હોસ્પિટલ ઈન્ફેકશન કંટ્રોલ કમિટી રચવા આદેશ

Written by

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના આદેશને ધ્યાનમા રાખતા નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોને સર્ક્યુલર કરીને સૂચના આપી છેકે એન્ટિમાઈક્રોયબાયલ્સનો ઉપયોગ અપ્રમાણસર થઈ રહ્યો છે અને દૂરુપયોગ થતા તે ગંભીર બાબત બની રહી છે.ઉપરાંત એન્ટિમાઈક્રોબાયલ રેસિસ્ટન્સને લીધે ઈન્ફેકશન અને મોર્બાલિટી તતા મોર્ટાલિટી પણ વધી શકે છે.જેથી તમામ મેડિકલ કોલેજો-સંલગ્ન હોસ્પિટલો દ્વારા ફરજીયાતપણે હોસ્પિટલ ઈન્ફેકશન કમિટી રચવામા આવે અને એન્ટિમાઈક્રોબાયલ માટે પણ અલગથી કમિટી રચવાા આવે તેવો આદેશ કરવામા આવ્યો છે.

આ ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ કોલેજો-હોસ્પિટલો માટે એન્ટિમાઈક્રોબાયલ રેસિસ્ટન્સ બાબતે વધી જાહેર આરોગ્ય સંબંધિત જોખમો અને રક્ષણ તથા સારવાર બાબતે એડવાઈઝરી પણ જાહેર કરવામા આવી છે.જે મુજબ તમામ મેડિક કોલેજો-હોસ્પિટલોએ મેડિકલ એજ્યુકેશન અને નર્સિંગના તમામ ક્લિનિકલ સબ્જેક્ટસમાં પ્રેક્ટિકલ એજયુકેશન તથા એએમઆર (એન્ટિમાઈક્રોબાયલ રેસિસ્ટન્સ)નો સમાવેશ કરવાનો રહેશે .હોસ્પિટલ ઈન્ફેકશન કંટ્રોલ કમિટીઓએ સમયાંતરે તમામ બાબતોનું મોનિટરિંગ કરવાનું રહેશે. એન્ટિમાઈક્રોબાયલ સ્ટુવર્ડશિપ કમિટીએ પણ નિયમિત પણે  મોનિટરિંગ કરવાનુૅ રહેશે.મહત્વનું છે કે કોરોના બાદ એન્ટિબાયોટિકનું પ્રમાણ વધ્યુ છે અને તેનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે.જેને લઈને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મોટી ચિંતા વ્યક્ત કરી છે.અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ -સંલગ્ન સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી કોલેજો-હોસ્પિટલોમાં તો આ કમિટીઓ છે પરંતુ ઘણી કોલેજોમાં હજુ સુધી કમિટીઓ રચાઈ ન હોવાથી કેન્દ્ર સરકારે તાકીદે અમલ કરવા આદેશ આપ્યો છે.

Article Categories:
News

Comments are closed.

Shares