દિવાળીની રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટ ટેક્ ઓફ્ થવાના ૩ કલાક અગાઉ જ ચેક ઈન કરવું પડશે.

Written by

દિવાળીની રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટ ટેક્ ઓફ્ થવાના ૩ કલાક અગાઉ જ ચેક ઈન કરવું પડશે. આ ઉપરાંત ઓનલાઇન વેબ ચેક ઈન કરી લેવાની પણ સૂચના જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે હાલમાં દરરોજ સરેરાશ ૧૪ હજાર મુસાફરોની અવર-જવર નોંધાય છે. હવે દિવાળીની રજાઓમાં ૨૦ હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાય તેની સંભાવના છે. આ સ્થિતિમાં વધારે ભીડને કારણે મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે તેમને ફ્લાઇટના સમયથી ૩ કલાક અગાઉ જ ચેક ઈન કરવાની સૂચના આપવામાં આવી છે.

ટ્રાવેલ એજન્ટો દ્વારા પણ જારી નિર્દેશ અનુસાર દિલ્હી-મુંબઇ એરપોર્ટ પર વિન્ટર શેડયૂલને કારણે ટર્મિનલમાં ફેરફાર થયો છે, તેથી તેની યોગ્ય તપાસ ફ્લાઇટના ૧ દિવસ અગાઉ કરી લેવી. કોવિડ ગાઇડલાઇન્સ મુજબ પ્રવાસ કરવો. જે રાજ્ય કે અન્ય દેશમાં જઇ રહ્યા હોવ ત્યાંની કોવિડ ગાઇડલાઇન્સ ખાસ ચકાસી લેવી. આ ઉપરાંત વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ, ૪૮/૭૨ કલાક અગાઉનો આરટીપીસીઆર સાથે રાખવો તેમજ ઓરિજનલ આઇ-ડી પ્રૂફ પણ સાથે રાખવું. અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની લાંબી લાઇન ન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Article Categories:
News

Comments are closed.

Shares