પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાને

Written by

 *ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર સીધી અસર 

 *ટ્રકના ભાડામાં 15 ટકા સુધીનો ભાવવધારો

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ટ્રાન્સપોર્ટરોના ધંધામાં માંડ તેજી આવી હતી ત્યાં ડિઝલના ભાવ વધારાએ અડચણો ઉભી કરી છે. ડિઝલ ઉપરાંત ટ્રકના ભાડા વધતાં અન્ય ચીજવસ્તુઓના પણ ભાવ વધી શકે છે. 

કોરોના કાળમાં લોકડાઉનને પગલે ટ્રાન્સપોર્ટસ ઉદ્યોગ ઠપ પડયો હતો. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટરોનું કહેવુ છે કે, લોકડાઉનમાં માત્ર મજૂરો જ નહીં, મોટાભાગના ડ્રાઇવરો પણ વતન પરત ફર્યા હતાં.

ટ્રક ડ્રાઇવરો રાજસ્થાન, બિહાર, યુપી અને નેપાળ ગયા બાંદ હજુ સુધી ગુજરાત પરત ફર્યા નથી જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડ્રાઇવરની અછત સર્જાઇ રહી છે.  હજુ તો આ પ્રશ્ન ટ્રાન્સપોર્ટરોને સતાવી રહ્યો હતો ત્યા ડિઝલના ભાવ વધારાને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ચિંતા વધી છે. 

ડિઝલ એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કરોડરજ્જૂ છે ત્યારે હવે ડિઝલનો ભાવ સેન્ચુરી વટાવી ચૂક્યો છે તે ભાવ પોષાય તેમ નથી. અત્યાર સુધી તો કેટલાંય ટ્રાન્સપોર્ટરો બાયોડિઝલનો પાછલા બારણે ઉપયોગ કરી રહ્યા હતાં પણ સરકારે બાયોડિઝલના ગેરકાયેદસર વેચાણ પર ધોસ વધારી છે જેના કારણે નાછુટકે ડિઝલનો વપરાશ કરવો પડે છે. 

ડિઝલના ભાવ વધતા  ટ્રાન્સપોર્ટરોએ લાંબા રૂટના ભાડામાં એકથી દોઢ હજાર સુધી ભાવવધારો કર્યો છે. અમદાવાદથી સુરત, જામનગર, વડોદરા, ગાંધીધામ, વડોદરા, વાપી સહિતના રૂટ પર આઇશર ટ્રકના ભાડામાં 15 ટકા સુધીનો ભાવ વધારો કરી દેવાયો છે. 

ટ્રકભાડા વધતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે જેના કારણે આમજનતાના ખિસ્સા પર આર્થિક ભાર વધે તેવી શક્યતા જોવાઇ રહી છે.

કયા રૂટ પર ટ્રકભાડું કેટલું વધ્યું

રૂટ

પહેલાનુ ભાડું

અત્યારનુ ભાડુ

અમદાવાદથી સુરત

રૂા.7500

રૂા.8500

અમદાવાદથી રાજકોટ

રૂા.5500

રૂા.6200

અમદાવાદથી વડોદરા

રૂા.5000

રૂા.5700

અમદાવાદથી વાપી

રૂા.9 હજાર

રૂા.10,500

અમદાવાદથી જામનગર

રૂા.7000

રૂા.8000

અમદાવાદથી ગાંધીધામ

રૂા.8000

રૂા.9000

Article Categories:
News

Comments are closed.

Shares