પીએમ મોદીએ રૂ.64,000 કરોડની આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી

Written by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે હવે ગરીબોના સંતાનો પણ ડોક્ટર બનશે. આયુષ્યમાન ભારત હેલૃથ ઇંફ્રાસ્ટ્રક્ચર મિશન રાષ્ટ્રને અર્પણ કરતી વેળાએ મોદીએ અગાઉની સરકારોની ખરાબ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે આકરી ટીકા કરી હતી. તેમણે આ યોજનાના વખાણ પણ કર્યા હતા.   

મોદીએ કહ્યું કે આજે કાશીની ધરતીથી દેશની જનતાને શુભકામના પાઠવુ છું. શરીરને સ્વસૃથ રાખવા માટેનું રોકાણ સર્વોત્તમ છે. આઝાદી બાદ સ્વાસ્થ્ય સુવિધાઓ પર ધ્યાન ન આપવામાં આવ્યું. લાંબા સમય સુધી સરકાર રહી તેણે જનતાને સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત રાખી દીધી. ગામડાથી લઇને શહેર સુધી સ્વાસ્થ્ય સુવિધાઓની સિૃથતિ બહુ જ ખરાબ રહી છે. 

દર્દી અને તેનો પરિવાર પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. હેલૃથ કેર સિસ્ટમની અછતે ગરીબ અને મધ્યમ વર્ગને પરેશાન કરી રાખ્યો છે. આ જ સમસ્યાનું સમાધાન છે હેલૃથ મિશન. પીએમ મોદીએ કહ્યું કે આવનારા ચાર પાંચ વર્ષોમાં ગામ, બ્લોક, જિલ્લા, શહેર, મહાનગર સુધી ક્રિટિકલ કેર યૂનિટને સશક્ત કરવામાં આવશે. પહાડી રાજ્યો અને પૂર્વી દેશના રાજ્યો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગામડાઓ, શહેરોમાં હેલૃથ અને વેલનેસ સેંટર ખોલવામાં આવી રહ્યા છે. સમયસર બિમારીઓની જાણકારી મળશે તો સારવારમાં સરળતા રહેશે. રાષ્ટ્રીય સ્તર પર 12 કેંદ્રીય હોસ્પિટલોમાં યોજના તૈયાર કરવામાં આવી રહી છે. 24 કલાક ચાલનારા ઇમર્જન્સી ઓપરેશન સેંટર તૈયાર કરવામાં આવશે. દેશમાં 80 વાયરલ ડાયગ્નોસ્ટિક લેબ છે અને તેને વધુ સક્ષમ બનાવવામાં આવશે. 

 સરકારે દાવો કર્યો છે કે આ યોજના અંતર્ગત દરેક જિલ્લાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવશે. જે તેને આત્મનિર્ભર બનાવશે. આ યોજના અંતર્ગત સરકાર પાંચ વર્ષ દરમિયાન 64 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આઇસીએમઆર અને એનસીડીસીની 15 બીએસએલ-3 લેબોરેટરી તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલોમાં બેડ અને અન્ય સુવિધાઓમાં વધારો 

Article Categories:
News

Comments are closed.

Shares