વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરીથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા પસંદ કરવામાં આવ્યા છે.

Written by

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરીથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકી ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પીએમ મોદીની એપ્રૂવલ રેટિંગ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ પીએમ બોરિસ જહૉનસનથી પણ વધારે છે. આ સર્વેમાં પીએમ મોદીની એપ્રૂવલ રેટિંગ 70% છે. દુનિયાના 13 રાષ્ટ્રપ્રમુખની લિસ્ટમાં પીએમ મોદી પહેલા નંબરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ 6ઠ્ઠા અને બોરિસ જહૉનસન 10માં નંબરે છે.

ધ મોર્નિંગ કન્સલ્ટ સર્વે અનુસાર મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર છે. તેમની એપ્રૂવલ રેટિંગ 66% છે. ત્રીજા નંબરે ઈટલીના પીએમ મારિયા દ્રાગી, ચોથા પર જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલ અને 5 મા પર ઓસ્ટ્રેલિયાઈ પીએમ સ્કૉટ મૉરિસન છે.

Article Categories:
News

Comments are closed.

Shares