અમદાવાદ રવિન્દ્રનાથ ટાગોર હોલમાં સેબીના વિરોધમાં સહારાના કાર્યકર્તાઓ તથા સમ્માનિત નિવેશકોના ધરણા

Written by

સહારાના કાર્યકર્તાઓ અને સમ્માનિત નિવેશકર્તાઑ એ રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ભેગા થઈને સેબીના વિરોધમાં ધરણાં પર બેઠા. સહારાના કાર્યકર્તાઑ અને સમ્માનિત નિવેશકો 25-30 વર્ષોથી સહારા ઈન્ડિયા થી આવક મેળવે છે પરતું 8 વર્ષ પહેલા થયેલા સહારા સેબીના વિવાદને કારણે માનનીય ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા પૂરા સહારા સમૂહ પર એમ્બાર્ગો લગાવવામાં આવેલ જેને લીધે સહારા ને ચૂકવણીમાં વિલંબ થવાની પરિસ્થિતી ઊભી થઈ છે જેને લીધે કાર્યકર્તાઑ કર્મચારીઓ ને અસર થઈ છે નિવેશકોની ચુકવણી ન થવાને લીધે તેમનો નવો વ્યવસાય મળતો નથી અને આવક લગભગ ઓછી થઈ જવાને લીધે લાખો કર્મચારીઓ બેરોજગારીની કગારે ઊભા છે.

સહારા દ્વારા 8 વર્ષોમાં લગભગ 150 વર્તમાનપત્રો માં સ્થાનીય એવં રાષ્ટ્રીય વર્તમાન પત્રોમાં 4 વખત વિજ્ઞાપન આપવામાં આવેલ છે તે પછી પણ વ્યાજ સહિત કુલ રૂ 125 કરોડની જ ચુકવણી કરવામાં આવેલ છે. આ તથ્યનો સેબી દ્વારા આ વર્ષે શરૂઆતમાં માનનીય ઉચ્ચતમ ન્યાયાલય માં દાખલ કરાયેલ પોતાના સ્ટેટસ રિપોર્ટમાં ઉલ્લેખ છે.સેબીના વિજ્ઞાપન જે તા. 26.03.2018ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ તેમાં સેબી એ 19598 નિવેશકોને ચુકવણી કરવા માટે આવેદન પ્રાપ્ત થયેલ જેની સાથે વાસ્તવિક પ્રપત્ર પણ હતા. સેબી દ્વારા પ્રાપ્ત આવેદન ના સાપેક્ષમાં 16633 આવેદનોની ચુકવણી કરવામાં આવી હતી જેના માધ્યમથી વ્યાજ સહિત ધનરાશી 125 કરોડની ચુકવણી કરાયેલ . આ દર્શાવે છે કે સેબી પાસે પોતાના જમા ધનની માંગ કરનાર બધાજ નિવેશકો ગયા નથી. અને જાય પણ કેમ જ્યારે તેમની ચુકવણી પહેલા જ મેળવી લીધી હતી.

પરંતુ સેબી ની હઠ ના કારણે સહારાના લાખો કાર્યકર્તાઓ ની જીવન અંધકાર તરફ જઇ રહ્યું છે. હવે જ્યારે વર્તમાન માં સેબી પાસે કોઈ નિવેશકની ચુકવણી બાકી નથી ત્યારે સેબી માનનીય ઉચ્ચતમ ન્યાયાલયમાં આ સોગંદનામું આપી દે કે હવે તેમની પાસે થી ચુકવણી મેળવનાર જમાકર્તા/નિવેશક નથી તો સંભવતઃ રીતે માનનીય ઉચ્ચતમ ન્યાયાલય સહારા સમુહૂની કંપનીઓ થી એમ્બાર્ગો હટાવી લે અને સહારા સેબી એકાઉન્ટ માં વ્યાજ સહિત જમા લગભગ 240000 કરોડ ની ધનરાશી સહારાને પછી આપી દે જેથી સહારા દ્વારા પહેલાની જેમ જ સમ્માનિત નિવેશકો અને જમાકર્તાઓ ને નિયમિત ચુકવણી આપી શકાય. તેથી અમે સેબીને જ્ઞાપન કરીએ છીએ કે સેબી સુપ્રીમ કોર્ટ માં પોતાનું સોગંદનામું આપે જેથી અમને બધા કાર્યકર્તાઓ /કર્મચારીઓને ન્યાય મળે.

Article Categories:
News

Comments are closed.

Shares