અમદાવાદમાં રિક્ષાચાલકોનું આંદોલન યથાવત છે.

Written by

અમદાવાદમાં રિક્ષાચાલકોનું આંદોલન યથાવત છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન નવરંગપુરાના રિક્ષાચાલકોએ મેમનગર પાસે સૂત્રોચાર સાથે CNGના ભાવ વધારા મામલે પોતાનો  વિરોધ નોંધાવ્યો છે. રીક્ષા ચાલકોની મુખ્ય માંગ છે કે CNGનો ભાવ વધારો પરત લેવામાં   આવે અથવા તો રીક્ષા ચાલકોને સબસીડી આપવામાં આવે. જેને લઇને

રિક્ષાચાલકોએ પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં.

અમદાવાદમાં કુલ 10 રીક્ષા ચાલક યુનિયન છે, અગાઉ રીક્ષા ચાલક સમિતિ દાવો કરી ચુક્યું છે કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો

બાબતે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં અલગ

અલગ વિસ્તાર પ્રમાણે કુલ 10 રીક્ષા ચાલક યુનિયન છે,જ્યારે રાજ્યભરમાં 25 જેટલા સંગઠન કાર્યરત છે. જ્યારે રાજ્ય સરકારે ન્યૂનતમ 15 રૂપિયાથી વધારીને 18 રૂપિયા તથા પ્રતિ કિલોમીટર 10 થી વધારીને 13 રૂપિયા કર્યું હતું. જેમાં યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Article Categories:
News

Comments are closed.

Shares