રાજય સરકાર દ્વારા 10મી વાિબ્રન્ટ સમિટની જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે

Written by

રાજય સરકાર દ્વારા 10મી વાિબ્રન્ટ સમિટની જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માટે પણ ગુજરાત મોડલ સ્ટેટ હોવાથી વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનમાં કોઇ કચાશ રહી જાય નહીં એની તકેદારી રાખવામાં આવી રહી છે. વિશ્વના નામાંકિત ઉદ્યોગકારોને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર પણ રસ લઇ રહી છે. સમિટમાં ભાગ લેવા માટે આશરે 200 ગ્લોબલ કંપનીઓ આવે એવું આયોજન છે. આ માટે કંપનીઓને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા છે. આ સાથે અન્ય રાજ્યમાં રોડ-શો કરવા માટે દિવાળી પછી અધિકારીઓને 6 રાજ્યની મુલાકાતે મોકલવામાં આવ્યા છે. જે-તે રાજ્યમાં રોડ-શોની તૈયારી માટે અધિકારીઓ ઉદ્યોગકારો અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન ગુજરાતમાં માત્ર રૂ. 5676 કરોડ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સૌથી વધુ મૂડીરોકાણ કર્ણાટકમાં રૂ. 62 હજાર કરોડ જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં રૂ. 30 હજાર કરોડ આવ્યું છે. દિલ્હીમાં રૂ. 14373 કરોડ મૂડીરોકાણ આવ્યું છે. એ પછી ગુજરાતનો નંબર આવે છે. એપ્રિલથી જૂન સુધી દેશમાં કુલ 1.29 લાખ કરોડ મૂડીરોકાણ આવ્યું છે. રાજ્યમાં વર્ષ 2000થી અત્યારસુધી 3.28 લાખ કરોડ વિદેશી રોકાણ આવી ચૂક્યું છે, જેમાંથી 1.87 લાખ કરોડ ઓક્ટોબર 2019થી જૂન 2021 સુધી આવ્યું છે, જે કુલ મૂડીરોકાણના 57 ટકા થાય છે.

Article Categories:
News

Comments are closed.

Shares