કોરોના વાયરસ સામે બાળકોની રસીને ભારતમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી મહિનાથી આ રસી બાળકોને લગાવવાનુ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Written by

એક અહેવાલ પ્રમાણે નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી બાળકોનુ રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ભારત બાયોટેકની બાળકો માટેની કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી.

હવે આ રસી મુકવાનુ નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી શરૂ થાય તેવી શક્યતા છે. સૌથી પહેલા ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ ગંભીર બીમારીઓથી પિડાતા બાળકોને આ રસી મુકવામાં આવશે. ગંભીર બીમારીઓનુ લિસ્ટ આગામી ત્રણ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા સૂત્રોનુ કહેવુ છે કે, વેક્સીનના પ્રભાવ અને તેની સલામતીને લગતા ડેટાના આધાર પર બાળકો માટે પ્રાથમિકતા આપવાનુ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ લિસ્ટ બાળકોના રસીકરણ અભિયાનનુ કરોડરજ્જુ સાબિત થશે. સાથે સાથે એ જાણવુ પણ જરૂરી છે કે, ભારત બાયોટેક કંપની બાળકો માટેની રસીના કેટલા ડોઝ શરૂઆતમાં ઉપલબ્ધ કરાવી શકશે તથા આગામી ત્રણ મહિનામાં કેટલા ડોઝ ઉપલબ્ધ રહેશે. એક વખત આ વાતની ખાતરી થઈ જાય તે બાદ નવેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી બાળકોનુ રસીકરણ શરૂ કરાશે. સૂત્રોનુ કહેવુ છે કે, અમારી મુખ્ય ચિંતા રસીકરણ માં વિઘ્ન ન આવે તે છે.

બાળકો ને 28 દિવસના અંતરે વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ પ્રોટોકોલ પ્રમાણે કંપનીને બાળકો પર રસીને અસરને લગતો અભ્યાસ ચાલુ રાખવાનુ કહ્યુ છે. કંપનીને સેફટી ડેટા સુપરત કરવા માટે પણ કહેવાયુ છે. જેમાં વેક્સીનના સાઈડ ઈફેકટના ડેટાનો પણ સમાવેશ થાય છે. આ ડેટા પહેલા બે મહિના દરમિયાન દર પંદર દિવસે સબમિટ કરવાનો રહેશે.

Article Tags:
· ·
Article Categories:
News

Comments are closed.

Shares