જિલ્લામાં રવી સીઝનના વાવેતરમાં બજારમાં ખાતર નહીં મળતા જગતનો તાત પરેશાન

Written by

ચાલુ વર્ષે વરસાદની ખેંચને પગલે ખરીફ પાકમાં જોઇએ તેવો ઉતારો નહી મળતા ખેડુતોને આર્થીક માર પડી રહ્યો છે. ત્યારે હાલમાં ખરીફ પાક લીધા બાદ રવી સીઝનના પાકનું વાવેતર કરવાનો સમય છે. આથી જિલ્લાના ખેડુતો ઘઉં, બટાટા, રાઇ, બાજરી, મકાઇ, ધાણા, તમાકુ, વરીયાળી સહિતના પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે.

તેવા સમયે બજારમાં ડીએપી, પોટાસ અને એનપીકે સહિતના ખાતર નહી મળતા ખેડુતોને હાલત કફોડી બની રહી છે. ખાતરની કુત્રિમ અછત ઉભી કરવામાં આવી હોવાનું ખેડુત રમણભાઇએ આક્ષેપ કર્યો છે. જોકે રવી પાકના વાવેતર વખતે ડીએપી, પોટાસ ખાતર નાખવું પડે છે.

જો ખાતર નાંખવામાં આવે નહી તો બિયારણની યોગ્ય વૃદ્ધિ નહી થવાથી પાકનો ઉતારો પુરતો મળતો નથી. હાલમાં વાવેતર વખતે ડીએપી સહિતના ખાતરની જરૂર પડે તે જ બજારમાં મળતા નથી. જ્યારે યુરીયા ખાતર બજારમાં મળતું હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.

બટાટામાં ખાતર જરૂરી
એક વીઘાના બટાટાના વાવેતર વખતે બે થેલી ડીએપી, સલ્ફેટ, પોટાશ સહિત કુલ-4 ગુણ ખાતર નાંખવું પડે છે. ત્યારબાદ 15 કે 18 દિવસ પછી પ્રથમ પાણી આપતી વખતે એક ગુણ ખાતર નાખવું પડતું હોવાનું ખેડુત સંજયભાઇએ જણાવ્યું છે. એક ગુણમાં 45 કિલો ખાતર આવતું હોય છે.

Article Categories:
News

Comments are closed.

Shares