દિપોત્સવી પર્વ દરમ્યાન અમદાવાદમાં આ વર્ષે ફટાકડા વેચવા ૧૭૬ એકમોને મંજુરી આપવામાં આવી છે.

Written by

દિપોત્સવી પર્વ દરમ્યાન અમદાવાદમાં આ વર્ષે ફટાકડા વેચવા ૧૭૬ એકમોને મંજુરી આપવામાં આવી છે.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૫ એકમોને ફટાકડાના વેચાણ માટે એન.ઓ.સી.આપવામાં આવી છે.આ વર્ષે આપવામાં આવેલી વ્યાપક મુકિતની વચ્ચે ફટાકડાના વેચાણથી પર્વની ઝાકમઝોળ જોવા મળશે.

અમદાવાદમાં ફટાકડાનું કાયમ વેચાણ કરતા ૧૩૧ અને હંગામી વેચાણ કરનારા ૩૯ એકમોને ફાયર વિભાગ તરફથી ફટાકડાના વેચાણ માટે ફાયર એન.ઓ.સી.આપવામાં આવી છે.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આઠ,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ચાર તથા પશ્ચિમ ઝોનમાં ૪૫ એકમોને એન.ઓ.સી.અપાઈ છે.આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૧૩, દક્ષિણ ઝોનમાં ૨૨ એકમોએ ફટાકડાના વેચાણ માટે મંજુરી માંગતા તેમને એન.ઓ.સી.આપવામાં આવી છે.મધ્ય ઝોનમાં ૪૦ તેમજ ઉત્તર ઝોનમાં ફટાકડાના વેચાણ માટે ૪૪ એન.ઓ.સી.આપવામાં આવી છે.

Article Tags:
· ·
Article Categories:
News

Comments are closed.

Shares