અમદાવાદ શહેરમાં નવુ નેટવર્ક સ્થાપિત કરવા ખોદકામ કરવા રોડ ઓપનીંગની મંજુરી મ્યુનિ.તંત્ર પાસેથી લેતી હોય છે.

Written by

અમદાવાદ શહેરમાં આ વર્ષે ૨૮.૩૨ ઈંચ વરસાદ પડયો છે.આ પૈકી સપ્ટેમ્બરમાં ૨૧૬ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો.ચોમાસાની મોસમમાં ૨૫૮૦ કીલોમીટરનું રોડ નેટવર્ક ધરાવતા શહેરના સાત ઝોનમાં ૧૦૬ દિવસમાં ૨૫૬૨૩ જેટલા ખાડા તંત્ર દ્વારા પુરવામાં આવ્યા છે.છેલ્લા દસ દિવસમાં જ રસ્તા ઉપરના ખાડા પુરવા પાછળ ૨૪૭૭૦ મેટ્રીકટન હોટમિકસ મટીરીયલનો ઉપયોગ કરવો પડયો છે.દર વર્ષે ૮૦૦થી ૧૦૦૦ કીલોમીટરના રસ્તાઓ કેબલ, ગેસ કે પાવર એજન્સીઓ નવુ નેટવર્ક સ્થાપિત કરવા ખોદકામ કરવા રોડ ઓપનીંગની મંજુરી મ્યુનિ.તંત્ર પાસેથી લેતી હોય છે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર પડેલા ખાડાઓ પૈકી કેટલા ખાડા પેચવર્ક કરી પુરવામાં આવ્યા તેમજ રોડ રી-સરફેસની કામગીરી કયા તબકકામાં પહોંચી એ બાબતની ચર્ચા કરાઈ હતી.દરમ્યાન સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હીતેશ બારોટના કહેવા મુજબ,શહેરના સાત ઝોનમાં પહેલી જુલાઈથી ૧૪ ઓકટોબર સુધીમાં વેટ મીક્ષ,કોલ્ડમીક્ષ અને હોટમીક્ષ એમ પરંપરાગત રીતે કરવામાં આવતા પેચવર્ક ઉપરાંત અતિ આધુનિક ઈમલ્ઝન પેચીંગ મશીનરીની મદદથી ૨૫૬૨૩ જેટલા ખાડા પુરવામાં આવ્યા છે.ચોમાસા દરમ્યાન ૩૯૫૮૮ મેટ્રીકટન હોટમીક્ષ મટીરીયલનો ઉપયોગ પેચવર્ક કરવા કરાયો હતો.શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી છ પેવરની મદદથી રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે.

કયા ઝોનમાં કેટલા ખાડા પુરાયા?

ઝોન            પુરાયેલા ખાડા

પશ્ચિમ          ૩૯૮૩

ઉ.પશ્ચિમ        ૪૩૩૩

દ.પશ્ચિમ        ૩૦૯૮

પૂર્વ            ૪૩૬૯

દક્ષિણ          ૪૨૦૧

મધ્ય           ૧૯૬૨

ઉત્તર           ૩૬૭૭

Article Categories:
News

Comments are closed.

Shares