આંતર રાજ્ય બનાવટી આર.સી.બુકના કૌભાંડનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો પૈસા લઈને બનાવટી આર.સી.બુક બનાવી આપનાર બે શખ્સો ઝડપાયા.

Written by

ગુજરાત રાજ્યની જુદી જુદી આરટીઓ કચેરીની ટુવ્હિલર તથા ફોર વ્હિલર ગાડીઓની બનાવટી આર.બી.બુકો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી ચાલતા નેટવર્કનો ક્રાઈમબ્રાંચની ટીમે પર્દાફાશ કરીને બે આોપીને ઝડપીને કુલ 8 ડુપ્લીકેટ આરસીબુકો ઝપ્ત કરી છે.રાજ્યમાં બનાવટી આરસીબુકનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ કૌભાંડના સામેલ આરોપીને પકડવા સતત પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.જી.ગુર્જરને બાતમી મળી હતી કે, બે શખ્સો સુભાષબ્રિજ સર્કલ પાસેથી પસાર થવાના છે જેના કારણે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ વોચ ગોઢવીને બંન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા. બાદમાં બંન્નેની પુછપરછ કરતા તેમના નામ ઈમરાન સૈયદ અને મોંહંમદઅલી બુખારી હોવાનું જણાવ્યું હતુ. બાદમાં બંન્નેની તપાસ કરતા તેમની પાસેથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લોગોવાળી સ્માર્ટ આર.સી.બુક 8 મળી આવતા બંન્નેને ઝપ્ત કરી હતી. બાદમાં પુછપરછ કરતા ડીલરો બેંક પાસેથી હરાજી કરેલી ગાડીઓ મેળવતા હોય તેમને આર.સી.બુક મળતી ન હોવાથી આવા ડીલરો રજીસ્ટેશન નંબર, એજીંન નંબર, ચેસીસ નંબરની માહીતી ઈમરાનને આપતા અને ઈમરાન પાસે અગાઉથી રાખી મુકેલ જુદા – જુદા કસ્ટમરોના વાહનની એચ.પી.કેન્સલ કરાવવા માટે આપી ગયેલ હોય તેવી આર.બી.બુક તથા ડીલરે આપેલ રજીસ્ટેશનન નંબર એક એપ્લીકેશનમાંથી બીજી માહીતી મેળવી લેપટોપમાં એક સોફટવેર દ્વારા એડ કરી પ્રિન્ટર મારફતે પોતે પ્રિન્ટ કરીને આર.સી.બુક બનાવીને ડીલરને આપતા હતા. 

બોક્ષઃ આરોપી  3થી 4 હજારમાં બનાવટી આર.સી.બુક બનાવતો હતો.

આરોપીની પુછપરછ કરતા વધુમાં આરોપી ઈમરાને જણાવ્યું હતુ કે, કોઈ ડીલર બનાવટી આરસીબુક બનાવવા માટે આવતો તો તેની પાસેથી એક આર.સી.બુક પેટે રૂ.3 થી 4 બજાર રૂપિયા લેતો હતો જેમાંથી મોહમંદઅલીને રૂ.1000થી 1500 આપતો હોવાનું તથા લોન ભરપાઈ થઈ શકી ન હોય તેવી પણ ગાડીઓની આર.સી.બુકો બનાવી આપી હોવાની કબુલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બંન્ન આરોપીઓને લોન વગર કેટલાને આરસીબુક બનાવી આપી છે તે અંગે સઘન પુછપરછ હાથધરી છે.

Article Categories:
News

Comments are closed.

Shares