૨૦ નવેમ્બરે ગુજરાત ગાંધીનગરની ગિફ્ટ સિટીની મુલાકાત લેશે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન

Written by

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન ૨૦ નવેમ્બરે ગુજરાત ગાંધીનગરની ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. નિર્મલા સીતારામન ગુજરાત સરકારના પ્રતિનિધીઓ અને ગિફ્ટ સિટીના પદાધિકારીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની તૈયારીની સમિક્ષા કરશે અને ગ્લોબલ બિઝનેસ લિડર્સની સાથે કોરોના બાદ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે ઊંચુ લાવવા અંગેના પરામર્ષ બાબતે ચર્ચા કરશે. ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું કે ગિફ્ટ સિટીની ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટી ભૂમિકા રહેવાની છે. તેથી ગિફ્ટ સિટીના પટાંગણમાં જ આ કોન્ફરન્સ યોજાશે અને તે પૂર્વે અહીં નાણાંમંત્રી સીતારમણ આવીને તેના સંદર્ભમાં ચર્ચા કરશે. આ વખતે આત્મનિર્ભર ભારત થીમને આધારિત બાબત મહત્વપુર્ણ રહેશે. જો કે સોવરેઇન બોન્ડ મામલે પણ આ રાઉન્ડ ટેબલમાં ચર્ચા ફરી એક વાર થશે

Article Categories:
News

Comments are closed.

Shares